નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 46,254 નવા કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો 83,13,877 થઈ ગયો છે. જેમાંથી 5,33,787 લોકો હજુ સારવાર હેઠળ છે. જ્યારે 76,56,478 લોકો સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 514 લોકોના જીવ ગયા છે. દેશમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 1,23,611 પર પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં કોરોનાએ તોડ્યા બધા રેકોર્ડ, 24 કલાકમાં સામે આવ્યા 6725 કેસ


અત્યાર સુધીમાં કોરોનાના કુલ 11,29,98,959 સેમ્પલ ટેસ્ટ કરાયા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 11,29,98,959 સેમ્પલ ટેસ્ટ કરાયા છે. જેમાંથી ગઈ કાલે 3 નવેમ્બરના રોજ 12,09,609 સેમ્પલ ટેસ્ટ કરાયા. 


Coronavirus India News: કોરોનાથી ભારતમાં મૃત્યુઆંક ઘટ્યો, રિકવરી રેટ 92 ટકાઃ સ્વાસ્થ્ય મંત્રાલય


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube